Mouse and the Pencil (Gujarati) Big Book
Mouse and the Pencil (Gujarati) Big Book
Publisher: Eklavya and ARCH
Author: V. Suteyev
Translator: ARCH team
Illustrator: V. Suteyev
ISBN: 978-81-19771-10-3
Binding: Paperback
Language: Gujarati
Pages: 8
Published: July-2024
Couldn't load pickup availability
Share
મોટેરાં માટે થોડીક વાતો…
મોટી ચોપડી અથવા ‘બિગ બુક’ – નાનાં બાળકોને પુસ્તકો તથા વાંચન સાથે ઘરોબો કેળવવાનો મજાનો ઉપાય છે. બાળકોને સમૂહમાં ચિત્ર બતાવી કોઈ વાર્તા સંભળાવવી હોય અથવા વર્ગમાં બધાં બાળકોને સાથે લઈને વાંચવું હોય ત્યારે સામાન્ય કદની ચોપડી નાની પડતી હોય છે. ત્યારે હાલમાં પ્રારંભિક વાચકો માટે મોટી ચોપડી ભાષા શિક્ષણના વર્ગમાં, ખાસ કરીને વાંચન શીખવા માટે ખાસ્સી વપરાવા લાગી છે. પરંતુ ભારતીય ભાષાઓમાં મોટી ચોપડીઓ હજુ પણ દુર્લભ છે. આ સંદર્ભમાં કરવામાં આવેલા પ્રયાસોમાંની એક ચોપડી છે – ઉંદરને મળી પેન્સિલ.
વી. સુતેયેવની ખૂબ લોકપ્રિય ચિત્રવાર્તાઓમાંની એક એટલે ઉંદરને મળી પેન્સિલ. આ જ વાર્તા નાના કદના પુસ્તક સ્વરૂપે પણ છે. આથી જૂથમાં વાર્તા વાંચન વખતે પ્રત્યેક બાળક પાસે આ પુસ્તકની નાની પ્રત રાખી શકાય, જેને બાળકો પછીથી પણ વાંચી, જોઈ, માણી શકે.

