Reading Together! (Gujarati Big Books Set)
Reading Together! (Gujarati Big Books Set)
Publisher: Eklavya and ARCH
Author: V. Suteyev, Mini Shrinivasan
Illustrator: V. Suteyev, Priya Kurian, Niharika Shenoy
Binding: Paperback
Language: Gujarati
Pages: 40
Published: July-2024
Couldn't load pickup availability
Share
મોટી ચોપડી અથવા ‘બિગ બુક’ – નાનાં બાળકોને પુસ્તકો તથા વાંચન સાથે ઘરોબો કેળવવાનો મજાનો ઉપાય છે. બાળકોને સમૂહમાં ચિત્ર બતાવી કોઈ વાર્તા સંભળાવવી હોય અથવા વર્ગમાં બધાં બાળકોને સાથે લઈને વાંચવું હોય ત્યારે સામાન્ય કદની ચોપડી નાની પડતી હોય છે. ત્યારે હાલમાં પ્રારંભિક વાચકો માટે મોટી ચોપડી ભાષા શિક્ષણના વર્ગમાં, ખાસ કરીને વાંચન શીખવા માટે ખાસ્સી વપરાવા લાગી છે. પરંતુ ભારતીય ભાષાઓમાં મોટી ચોપડીઓ હજુ પણ દુર્લભ છે. આ સંદર્ભમાં કરવામાં આવેલા પ્રયાસોમાંની ત્રણ ચોપડીઓ છે – 'ઉંદરને મળી પેન્સિલ', 'સલગમ' અને 'હવે કોણ?'
ઘર, શાળા કે બાલવાડીમાં પ્રારંભિક વાંચન કેળવણી માટે આ ત્રણ પુસ્તકોનો સેટ ઉપયોગી નીવડશે. પુસ્તક સાથે તેમના વપરાશ અંગેની થોડી વાતો અને પ્રવૃત્તિઓ પણ મેળવી શકશો!
વી. સુતેયેવની ખૂબ લોકપ્રિય ચિત્રવાર્તાઓમાંની એક એટલે ઉંદરને મળી પેન્સિલ. આ જ વાર્તા નાના કદના પુસ્તક સ્વરૂપે પણ છે. આથી જૂથમાં વાર્તા વાંચન વખતે પ્રત્યેક બાળક પાસે આ પુસ્તકની નાની પ્રત રાખી શકાય, જેને બાળકો પછીથી પણ વાંચી, જોઈ, માણી શકે.
પ્રારંભિક વાંચન કેળવણીમાં રોચક વાર્તાની સાથે સાથે પુનરાવર્તન - repetition ખૂબ મહત્વનું નીવડે છે. સલગમ પુનરાવર્તનની ઉપરાંત સાથે ગાવાની અને રમવાની તક પૂરી પાડે છે, જેથી વાર્તા ફક્ત સાંભળવા પૂરતી ના બંધાઈ રહીને ભાષાની પ્રવૃત્તિનું માધ્યમ બની રહે.
આના પછી આવશે કોણ? પૂછો 'હવે કોણ?', અટકળ કરો, શોધો... અને એમ ફરી ફરી મજા કરો! સહિયારા વાંચનમાં સહિયારી મજા કેમ નહીં!
