Shaljam (Gujarati) Big Book
Shaljam (Gujarati) Big Book
Publisher: Eklavya and ARCH
Author: Folktale
Translator: Mitali Baxi
Illustrator: Niharika Shenoy
ISBN: 978-81-19771-44-8
Binding: Paperback
Language: Gujarati
Pages: 12
Published: July-2024
Share
એક ડોસાને સલગમ ઉગાડવું હતું. તો વાવ્યું તેણે અને ઉગી આવ્યું મસમોટું સલગમ! પણ હવે..? આટલું મોટું સલગમ કાઢવું કેવી રીતે?
મોટાઓ માટે થોડી વાતો:
મોટી ચોપડી અથવા ‘બિગ બુક’ – નાનાં બાળકોને પુસ્તકો તથા વાંચન સાથે ઘરોબો કેળવવાનો મજાનો ઉપાય છે. બાળકોને સમૂહમાં ચિત્ર બતાવી કોઈ વાર્તા સંભળાવવી હોય અથવા વર્ગમાં બધાં બાળકોને સાથે લઈને વાંચવું હોય ત્યારે સામાન્ય આકારની ચોપડી નાની પડતી હોય છે. ત્યારે હાલમાં પ્રારંભિક વાચકો માટે મોટી ચોપડી ભાષા શિક્ષણના વર્ગમાં, ખાસ કરીને વાંચન શીખવા માટે ખાસ્સી વપરાવા લાગી છે. પરંતુ ભારતીય ભાષાઓમાં મોટી ચોપડીઓ હજુ પણ સુલભ નથી. આ સંદર્ભમાં કરવામાં આવેલા પ્રયાસોમાંની એક ચોપડી છે – સલગમ.
સલગમ લોકકથા છે. સંભવ છે કે બાળકોએ આ વાર્તા આ અથવા કોઈ જુદા સ્વરૂપે સાંભળી હોય. તેથી બાળકોની સાથે આ પુસ્તકનો ઉપયોગ કરતી વખતે, વાર્તા વાંચનની સાથે સાથે, બાળકો સાથે પાત્રો, ચિત્રો, ઘટના પર વાતચીત અને સવાલ-જવાબ કરો. પ્રત્યેક ચિત્ર પર તેમની સાથે વાતચીત કરો.